Video: અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવ માટે કરોડો રૂપિયાની કન્સલ્ટન્ટ ફી ચૂકવાશે

અમદાવાદ શહેરમાં આગામી સમયમાં શોપિંગ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવા માટે અમદાવાદ કોર્પોરેશન અધધ કરોડો રૂપિયાની કન્સલ્ટન્ટ ફીની ચુકવણી કરશે . અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ થ્રીની સ્ટ્રેટજીક એડવાઇઝરી અને કન્સલ્ટન્સના કામગીરી માટે ખાનગી એજન્સીના પાસેથી ચાર વ્યક્તિ ચાર માસ માટે રાખવામાં આવશે. જેની પાછળ એએમસી માત્ર ચાર વ્યક્તિને ૪૭ લાખની જેટલી માતબર રકમની ચૂકવણી કરશે. એક તરફ એએમસી તિજોરી તડિયા જાટક બની છે અને બીજી તરફ ફેસ્ટિવલની નામે કોઇ માનિતી એજન્સી સાચવવા માટે પ્રજાના લાખો રૂપિયા આપી દેવાનો નિર્ણય કરાયો છે. એક તરફ એએમસી પાસે હજારો કર્મચારીઓ અને આઇએએસ અધિકારીઓના ફોજ છે. પરંતુ તેનાથી ઉપર જઇ શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે ખાનગી એજન્સી પાછળ અધધ કરોડોનો ખર્ચ કરવામાં આવશે.
જાહેરાત














