Video: રક્તરંજિત રાજકોટ, એક જ કલાકમાં હત્યાની બે ઘટના

રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં માત્ર એક જ કલાકના અંતરમાં અલગ અલગ બે સ્થળોએ હત્યાની ઘટનાઓ બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
બીજી ઘટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના એસ.કે. ચોક પાસે બની છે, જ્યાં મનીષ પરમાર નામના યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા ગની નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું છે, જે તાજેતરમાં જ જેલમાંથી છૂટ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીગ્રામ પોલીસની ઢીલી નીતિને કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
જાહેરાત










