Video: રાજ્યમાં ડ્રગ્સ વિરોધી મહાઅભિયાન, નશાના નેટવર્કને તોડવા ટોલ ફ્રી નંબર અને પોલીસ સ્ટેશન દીઠ ખાસ ટીમ

સોર્સ: gstv

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે કડક પગલાં લેવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ૧ ડિસેમ્બરથી રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી મહાઅભિયાન હેઠળ નશાના કારોબારને તોડવા માટે પોલીસ અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલન વધારવાની સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ખાસ ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત, નાગરિકો ડ્રગ્સ અંગેની બાતમી આપી શકે તે માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરાશે, જેમાં માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા માટે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની ખાસ કમિટીઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત