Video: પાટણમાં સરકારી આવાસ યોજનાના મકાનો સીલ કરવા ગયેલી ટીમ સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

સોર્સ: gstv

પાટણ શહેરની શ્રમજીવી સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનાના મકાનોમાં ગેરરીતિ સામે આવતા નગરપાલિકા તંત્રએ કાર્યવાહી કરી છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમના પ્રશ્નના નિરાકરણ ભાગરૂપે ચીફ ઓફિસર હિરલ ઠાકરના નેતૃત્વમાં આવાસો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નિયમ વિરુદ્ધ મકાનો ભાડે આપવા, વેચી દેવા કે બેવડો લાભ લેનારા કુલ ૧૪ આવાસોની યાદીના આધારે તંત્રએ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં સવારના સત્રમાં ૬ આવાસો પરત મેળવી સીલ મારવાની અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરાઈ હતી, જ્યારે ૨ કિસ્સાઓમાં મૂળ લાભાર્થીના સંતાનો જ રહેતા હોવાથી તેમને મુક્તિ અપાઈ હતી. બીજી તરફ, કાર્યવાહીના લઈને સ્થાનિક રહીશોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા મામલો બિચકે નહીં તે માટે તાત્કાલિક પોલીસ કાફલો બોલાવી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત