Video: ભાવનગરમાં ભાજપે વિપક્ષ અને રાહુલ ગાંધીની નીતિઓ સામે રેલી યોજી

ભાવનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'લોકશાહી બચાવો, અરાજકતા હટાવો'ના નારા સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષ અને રાહુલ ગાંધીની નીતિઓ સામે જનતા સુધી હકીકત પહોંચાડવાના હેતુથી રેલી યોજી. ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં મળેલી જનતાની જીત કોંગ્રેસને પચતી નથી અને વિદેશમાં જઈને ભારતની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એસઆર મુદ્દે ફેલાવવામાં આવતા ભ્રમ અંગે ભાજપે સ્પષ્ટતા કરતા દાવો કર્યો કે તેની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી અને જ્યાં જીત મળે ત્યાં કોંગ્રેસને કોઈ વાંધો નથી. કંટાળેલા કેટલાક બાળકો અને ગ્રામજનો રેલી અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. તેમને રોકવાના ભાજપના આગેવાનોના પ્રયાસો પણ જોવા મળ્યા હતા.
જાહેરાત
















