Video: ફ્રોઝન ડેઝર્ટના વેચાણ સામે ધારાસભ્ય કિશોર કાનાણીએ 'ઓપરેશન હેલ્થ' શરૂ કરવા કરી માંગ

સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમના ઉત્પાદન અને વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ફ્રોઝન ડેઝર્ટને આરોગ્ય માટે નુકસાનકારક ગણાવી રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની સાથે 'ઓપરેશન હેલ્થ' હાથ ધરવા રજૂઆત કરી છે. કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરી છે. પત્રમાં સવાલ ઉઠાવ્યો છે કે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તો તેના જેવી બનાવટ ધરાવતા ફ્રોઝન ડેઝર્ટ સામે પ્રતિબંધ કેમ નહીં?
જાહેરાત











