Video: આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ મુદ્દે AMC ફૂડ વિભાગનું સઘન ચેકીંગ

સોર્સ: gstv

આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગના નિર્ણય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ પણ સઘન તપાસમાં જોડાયો છે. શહેરના તમામ ૭ ઝોનમાં ફૂડ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને એસજી હાઈવે પર આવેલા આઇસક્રીમ પાર્લરો અને હોટેલોમાં તપાસ કરવામાં આવી છે. એસજી હાઈવે પરના રંગોળી આઇસક્રીમ અને બાસ્કીન રોબિન સહિતના એકમોમાં ચકાસણી હાથ ધરાઈ છે, જ્યારે આઇસક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત