Video: વીજવાયરથી સિંહના મોત મામલે સઘન તપાસ

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફુલીયા ગામે સિંહના મોત મામલે તપાસ ચાલી રહી છે.પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા જીવંત વીજવાયરનો કરંટ લાગતા બુધવારે એક સિંહનું મોત થયું હતું, જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.. આ ઘટનામાં ગેરકાયદેસર વીજ જોડાણ મારફતે સિંહો પર જીવનું જોખમ ઊભું કરનાર ખેડૂતની વન વિભાગે અટકાયત કરી સઘન પૂછપરછ શરૂ કરી છે.. જેમાં તેણે ગુનાની કબૂલાત આપી છે. વનતંત્રની ટીમ આરોપી ખેડૂતને લઈને ખેતરમાં પહોંચી હતી અને અધિકારીઓની હાજરીમાં ઘટનાસ્થળે રીકન્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન ખેડૂતે વાયર કેવી રીતે મૂક્યો હતો તેમજ અર્થિંગ અને બોર્ડ સહિતની સમગ્ર વિગતો અધિકારીઓને સમજાવી હતી. વન્યજીવ રક્ષણ મામલે વનતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રીકન્ટ્રક્શન બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ સાથે સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત