Video: સુરત જિલ્લામાં પોલીસની મેગા સ્ટ્રાઈક, દસ ડ્રગ્સ પેડલર ઝડપાયા

સોર્સ: gstv

સુરત જિલ્લામાં ડ્રગ્સ પેડલરો સામે પોલીસે મેગા સ્ટ્રાઈક હાથ ધરીને એક જ દિવસમાં NDPSના ૧૦ ગુનાઓ શોધી કાઢીને ૧૦ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આઈ સ્ટેન્ડ સ્ટ્રોન્ગ અગેઈન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ LCB, SOG અને ANW સહિતની અનેક પોલીસ ટીમો મેદાનમાં ઉતરી હતી અને ડ્રગ્સના નેટવર્ક પર જોરદાર પ્રહાર કર્યો હતો. સુરત જિલ્લાના કોસંબાથી લઈને કડોદરા GIDC સુધીના અલગ-અલગ પોલીસ મથકો દ્વારા હાથ ધરાયેલી આ સંયુક્ત કાર્યવાહીમાં નશાના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા તત્વો સામે સપાટો બોલાવાયો છે. સુરત જિલ્લા પોલીસની આ કડક ડ્રગ્સ વિરોધી ઝુંબેશને પગલે સમગ્ર પંથકના ડ્રગ્સ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત