Video: લાઠીના અડતાળામાં પાણીના મુદ્દે મારામારી, ત્રણ આરોપી ઝડપાયા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામે ગત રાત્રે પાણીના પ્રશ્નને લઈને થયેલી મારામારીનો મામલો ઉગ્ર બન્યો છે. ગામમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા પક્ષ સાથે તકરાર થતાં અડતાળાના ઉપસરપંચ જીતુભાઈ વાળાએ રિવોલ્વર અને ધોકો લઈને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં લાઠી પોલીસ મથકમાં પાંચ લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે, જે અંગે લાઠી ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપી છે.
જાહેરાત











