VIDEO: અમરેલી: લાઠીના આંબરડી ગામે મશીનના કરંટથી પરપ્રાંતિય ભાઈ-બહેનનું કરુણ મોત
અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય ખેત મ

અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય ખેત મજૂર ભાઈ-બહેનનું વીજકરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે...વાડી ફરતે લગાવેલા ઝટકા મશીનનો વીજવાયર અકસ્માતે નીચે પડી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી....આ અકસ્માતમાં ૨૧ વર્ષીય રાજુભાઈ ભાભોર અને તેમની સગીર બહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એકસાથે બે યુવાન સંતાનોના મોતથી પરપ્રાંતિય પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં દામનગર પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




