Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli: Car stuck in raging river in Savarkundla, driver rescued

VIDEO: અમરેલી: સાવરકુંડલામાં નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ચાલકનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમરેલીના સાવરકુંડલા પંથકમાં મઢડા, લીખાળા, ગાધકડા અને ગોરડકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતાં જામવાળી નદીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન રાજુલાથી આવી રહેલા ગોરડકા ગામના ભાવેશભાઈ કાતરીયાની કાર પાણીના ભારે પ્રવાહને કારણે નાળામાં ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં ભમરગામ પાસેથી પસાર થતી નદીમાં તણાઈ ગઈ હતી. સદનસીબે, પાણીનો પ્રવાહ વધે તે પહેલાં જ કાર ચાલક સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. બાદમાં સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી ભારે જહેમત બાદ નદીના વહેણમાંથી કારને બહાર કાઢી હતી.

App Store