VIDEO: અમરેલી: ખાંભા પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખાંભા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદની ધમાકે

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખાંભા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. ખાંભા શહેરમાં સતત વરસી રહેલા આ ધીમા અને મધ્યમ વરસાદના કારણે લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.આ વરસાદને પગલે ખાંભા શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. ચોમાસાની સીઝનમાં પડેલા આ સારા વરસાદને કારણે વિસ્તારના ધરતીપુત્રો ભારે ગેલમાં આવી ગયા છે. આ પંથકમાં ખેતીના પાક માટે આ અમૃત સમાન વરસાદ સાબિત થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




