Video: સુરતના સચિન GIDCની જે.ડી. ઇન્ડસ્ટ્રીમાં 10 કલાક બાદ આગ કાબૂમાં, કરોડોના નુકસાનની આશંકા

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી જે.ડી. ઇન્ડસ્ટ્રીમાં લાગેલી ભીષણ આગ પર 10 કલાકની જહેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો છે. કાપડ અને કેમિકલનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર મિલને લપેટમાં લીધી હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ ફાયરના 35 જવાનો દ્વારા સ્થળ પર કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગને કારણે ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાહેરાત















