Video: 15 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વધુ એક ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. નામચીન ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા અને ભવદીપ ઉર્ફે હાંડા સહિત કુલ 15 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગના 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી જેલમાં છે અને બે આરોપીઓ ફરાર છે. પોલીસ ચોપડે હાંડા ગેંગ સામે 85થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, તોડફોડ અને વાહનો સળગાવવા જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાજકોટની અગ્યારમી ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
જાહેરાત















