Video: હૈદરાબાદમાં એપ આધારિત ખંડણી અને લૂંટના કેસમાં પોલીસે આરોપીઓની કરી ધરપકડ

સોર્સ: gstv

હૈદરાબાદમાં એપ આધારિત ખંડણી અને લૂંટના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મલ્કાજગિરી પોલીસ કમિશનર બી. સુમતિએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, એપના માધ્યમથી લોકોને નિશાન બનાવી ખંડણી અને લૂંટની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે ધરપકડ કરાયેલા આરોપીઓની સંડોવણી અને ગુનાની પદ્ધતિ અંગે માહિતી આપી હતી. સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત