Video: હૈદરાબાદમાં કોંગ્રેસના ભારત સમિટ દરમિયાન ઇટાલીના નેતા જિયાકોમો ફિલિબેકે રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લગાવતાં વિવાદ

સોર્સ: gstv

હૈદરાબાદમાં કોંગ્રેસના ભારત સમિટ 2026 દરમિયાન ઇટાલીના નેતા જિયાકોમો ફિલિબેકે વોટ ચોર, ગદ્દી છોડના નારા લગાવી રાજકીય ચર્ચા જગાવી છે. પાર્ટી ઓફ યુરોપિયન સોશિયાલિસ્ટ્સના મહાસચિવ ફિલિબેકે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં આ નારા લગાવ્યા હતા. તેમણે લોકશાહીની રક્ષા માટે રાહુલ ગાંધી તથા કોંગ્રેસની સાથે ઊભા રહેવાની વાત કરી હતી. બીજી તરફ, ઇટાલીના નેતાના આ નિવેદનને લઈને ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં મળતી હારની નિરાશા હવે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને બદનામ કરીને વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ સહિત ભાજપના અન્ય નેતાઓએ પણ વિદેશી નેતા દ્વારા ભારતની આંતરિક રાજકીય બાબતો પર કરવામાં આવેલી ટિપ્પણી સામે સવાલો ઉઠાવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત