Video: હૈદરાબાદમાં ધનતેરસની વિશેષ પૂજા

સોર્સ: gstv

હૈદરાબાદમાં ધનતેરસના પાવન અવસરે ચારમિનાર સ્થિત શ્રી ભાગ્યલક્ષ્મી માતા મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધનતેરસ નિમિત્તે મંદિરમાં સૌપ્રથમ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક વિધિ દરમિયાન ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજામાં ભાગ લીધો હતો. દિવાળીના પર્વને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત