Video: દિલ્હીમાં દિવાળી ટાણે જ હવાની ગુણવત્તા જોખમી સ્તરે

સોર્સ: gstv

રાજધાની દિલ્હી અને એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ખતરનાક સ્તરે બનેલી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ આજે સવારે દિલ્હીનો સરેરાશ AQI 390 નોંધાયો છે..જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. દિલ્હીના 10 વિસ્તારોમાં AQI 400ને પાર પહોંચ્યો છે. હજુ તો દિવાળીના ફટાકડાને કારણે શું સ્થિતિ સર્જાશે તે અંગે ચિંતા વ્યાપેલી છે અને તે પહેલા જ AQI 400ને પાર પહોંચ્યો છે. દિલ્હીની સાથે-સાથે નોઇડા અને ગુરુગ્રામમાં પણ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. સવારના આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના લોકોને હાલ પ્રદૂષણમાંથી મુક્તિ મળી નથી. આ ખતરનાક પ્રદૂષણની અસર માત્ર ફેફસાની બીમારી કે અસ્થમાથી પીડાતા દર્દીઓ પર જ નહીં, પરંતુ સંપૂર્ણપણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ઝડપથી પડે છે. પ્રદૂષણનું સ્તર આટલું ગંભીર થતાં શરીરમાં ઘણી પ્રકારની સમસ્યાઓ ઊભી થવા લાગે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત