Video: સુરતની સચિન વિસ્તારમાં આવેલી કંપનીમાં ભીષણ આગ: કામદારોમાં નાસભાગ મચી

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને નાસભાગ મચી ગઈ હતી.. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સઘન તજવીજ હાથ ધરવામાં આવી....સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગને કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાહેરાત














