ગુજરાત યુનિવર્સિટીને આખરે મળ્યા નવા કુલપતિ: સુરતની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પૃથ્રુલ દેસાઈના નામ પર લાગી મહોર!

ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની લાંબાસમયથી અટકી પડેલી નિયુક્ત પર આખરે પૂર્ણવિરામ મુકાયો છે. ડૉ. પૃથ્રુલ દેસાઈને ગુજરાત યુનિ.ના નવા કુલપતિ (વાઈસ ચાન્સેલર) તરીકે નિયુક્ત કરાયા છે. ડૉ. પૃથ્રુલ દેસાઈએ સુરતની સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ છે. રાજ્યપાલના નામે 'ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023'ની કલમ 10(4) હેઠળ આ નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. પૃથ્રુલ દેસાઈનો કાર્યકાળ તેઓ પદનો ચાર્જ સંભાળે તે દિવસથી 5 વર્ષ અથવા તેમની ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી (જે વહેલું હોય તે) રહેશે. ડૉ. પૃથ્રુલ દેસાઈ ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે.
શૈક્ષણિક લાયકાત
જાહેરાત
- Ph.D. (ન્યુક્લિયર ફિઝિક્સ): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતમાંથી વર્ષ 2010માં doctorate ની પદવી મેળવી.
- SLET (Physics): વર્ષ 2007માં ફિઝિક્સ વિષયમાં પ્રથમ પ્રયાસે SLET પરીક્ષા પાસ કરનાર ગુજરાતના પ્રથમ વ્યક્તિ બન્યા.
- M.Sc. (Physics - Electronics): વર્ષ 1993માં VNSGU ખાતે 62% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
- B.Sc. (Physics): વર્ષ 1991માં VNSGU ખાતે 77% ગુણ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું.
કારકિર્દી અને અનુભવ
- મે 2012થી વર્તમાન સમય સુધી સુરતની સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ (ઓટોનોમસ) ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે.
- ડિસેમ્બર 1994થી મે 2012 દરમિયાન સુરતની નવયુગ સાયન્સ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.
- વર્ષ 2021-22માં 'ચુનીલાલ ઘેલાભાઈ શાહ શિક્ષણ રત્ન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- વર્ષ 2023માં આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ/કોલેજ ઓફ એજ્યુકેશન શ્રેણીમાં 'SGCCI ગોલ્ડન જુબિલી મહાવીર સિન્થેસિસ એવોર્ડ' મળ્યો હતો.
- વર્ષ 2012-2013માં 'SGCCI આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ એવોર્ડ' પ્રાપ્ત થયો હતો.
જાહેરાત







