Video: મુખ્યમંત્રી અંગેનો નિર્ણય હાઇકમાન્ડ લેતું હોવાનો કુંવરજી બાવળિયાનો સ્પષ્ટ મત

રાજકોટમાં કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગના મુદ્દે કુંવરજી બાવળિયાએ પોતાનું નિવેદન આપ્યું છે. તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા બાવળિયાએ આવી કોઈ માંગ અંગે પોતાનો છેડો ફાડ્યો હતો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી પદ અંગેનો નિર્ણય પક્ષનું હાઇકમાન્ડ લેતું હોય છે. આ નિર્ણય સર્વ સમાજને સાથે રાખીને લેવામાં આવતો હોય છે. કોળી સમાજની વસ્તી વધારે હોવા છતાં મુખ્યમંત્રી પદનો નિર્ણય હાઇકમાન્ડના હાથમાં હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. સાથે જ સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ અંગે આવી કોઈ વાત ન હોવાનું પણ બાવળિયાએ જણાવ્યું હતું.
જાહેરાત













