Video: ઋષિ ભારતી બાપુએ કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગને આપ્યો ટેકો

સાયલામાં બાવળિયા પરિવારના માંડવાના ધાર્મિક કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુએ કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માગને સમર્થન આપ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનને પણ ઋષિ ભારતી બાપુએ જાહેર મંચ પરથી ટેકો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022માં પણ તેમણે આ મુદ્દે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં આશરે 18 ટકા વસ્તી ધરાવતા કોળી સમાજને સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું ન હોવાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. સાથે જ કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠાવવા અને કોળી સમાજને જાગૃત તથા સંગઠિત થવા જાહેર મંચ પરથી આહવાન કર્યું હતું.
જાહેરાત














