Video: પબુભા માણેકના કોળી સમાજના મુખ્યમંત્રી હોવા અંગેના નિવેદન પર રાજનીતિ ગરમાઈ, ગોપાલ ઈટાલિયા, વરૂણ પટેલે આપી પ્રતિક્રિયા !

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી કોને બનાવવા અને કોને નહીં, તે નક્કી કરનાર અમિત શાહ છે અને કોળી સમાજના મુખ્યમંત્રી ન બને તેમાં અમિત શાહને વાંધો છે. બીજી તરફ વરૂણ પટેલે પબુભા માણેકને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે તમારી પાછળ પાર્ટી અને સત્તાનું જોર છે. જો તાકાત હોય તો પાર્ટી વગર એકલા ચૂંટણી લડીને બતાવો, તમારો તમામ પાવર ઉતારી દઈશું. દિનેશ બાંભણિયાએ પણ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતા સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી સમગ્ર ગુજરાતના હોય છે. કોઈ એક સમાજના નથી અને આવા નિવેદનોથી સમાજમાં વિભાજન પેદા થાય છે.
જાહેરાત







