Video: અરવલ્લીના મોડાસાના અમલઈ ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું

સોર્સ: gstv

પ્રાપ્ત વિગતો અનુસાર, કનકા ખાંટ નામના ખેડૂત પોતાના ખેતરમાં ખેતીકામ કરે છે, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ખેતરમાં આવેલા વીજ પોલ પરથી લટકતા જીવંત વીજ તારના અચાનક સંપર્કમાં આવી જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમણકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં મૃતકના શબને પીએમ અર્થે મોડાસા પીએચસી સેન્ટર ખસેડવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વીજ કંપનીની બેદરકારી સહિતના વિવિધ પાસાઓ પર વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત