Video: અરવલ્લીના ભિલોડામાં સળગેલી કારમાંથી માનવ કંકાલ મળવાના ચકચારી પ્રકરણમાં મોટો ખુલાસો: પ્રેમ પ્રકરણમાં ASI અને મહિલા કોન્સ્ટેબલે યુવકની હત્યા કરી ગાડી સળગાવી!

સોર્સ: gstv

ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આલુબેન કલાસવા, કલ્પેશભાઈ કલાસવા, પંકજકુમાર કલાસવા અને મનોજકુમાર નીનામા નામના આરોપીઓએ કાવતરું રચી અશ્વિનભાઈ તબિયાડની હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને અર્ટિગા કારમાં મૂકી પાદરા ગામે હાથમતી નદીના કિનારે લાવીને જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી દેવાઈ હતી. મૃતદેહની ઓળખ ન થાય અને પુરાવા ન રહે તે માટે આ કૃત્ય કરાયું હતું. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત