Video: અડતાળા ગામમાં પાણી મુદ્દે કોંગ્રેસના નેતા સાથે બબાલ

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીના પ્રશ્ને મારામારીની ઘટના સામે આવી છે. પ્લોટ વિસ્તારમાં પાણી અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો અને કોંગ્રેસ અગ્રણી જીતુ વાળા વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન જીતુ વાળાનો એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો લઈને લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ધોકા વડે હુમલો અને જાહેરમાં હથિયાર બતાવવાની ઘટના પણ જોવા મળી રહી છે. જીતુ વાળા ગ્રામ પંચાયતના ઉપસરપંચ હોવાથી પાણીના મુદ્દે રજૂઆત કરવા ગયા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલો લાઠી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત