Video: કુલગામમાં લશ્કર કમાન્ડર ઠાર

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર લતીફ ભટ માર્યો ગયો છે. સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકીઓની હાજરીની માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓ તરફથી ગોળીબાર થતાં અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી દરમિયાન લતીફ ભટને ઠાર કર્યો હતો. અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. અન્ય કોઈ આતંકી છુપાયો હોવાની આશંકાને પગલે સુરક્ષાદળો દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત