Video: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર સ્થળે ભારે ગોળીબાર, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોટી અથડામણ ફાટી નીકળી છે. વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરતા જવાનોએ પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો છે. હાલ એન્કાઉન્ટર સ્થળે બંને પક્ષે ભારે ફાયરિંગ ચાલી રહ્યું છે. સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને વધારાનો સુરક્ષા કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
જાહેરાત















