Video: અયોધ્યામાં 14 કોસી પરિક્રમાનો ઉત્સાહ

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 14 કોસી પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાઈને આગળ વધી રહ્યા છે. ભગવાન શ્રીરામના જયઘોષ સાથે સમગ્ર અયોધ્યા રામમય બની છે. પરિક્રમાના માર્ગ પર ભક્તોની સતત અવરજવર જોવા મળી રહી છે. રાત્રિના સમયે પણ ભક્તો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પરિક્રમા પૂર્ણ કરવા આગળ વધી રહ્યા છે. ધાર્મિક માહોલ વચ્ચે અયોધ્યામાં ભક્તિ અને આસ્થાનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત