Video: અયોધ્યામાં અન્નકૂટ મહોત્સવ

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સિદ્ધપીઠ લક્ષ્મણ કિલાધીશ મંદિરે અન્નકૂટ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ભગવાનને 56 પ્રકારની વાનગીઓનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાયું હતું.
જાહેરાત








