Video: વેપારીઓને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વેચાણમાં 30થી 35 ટકાના વધારાની અપેક્ષા

સોર્સ: gstv

ધનતેરસના પર્વને લઈને રાજસ્થાનના જયપુરમાં જ્વેલરી બજારોમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવતી હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો દાગીનાના ખરીદતા હોય છે. ખાસ કરીને તહેવારની સાથે લગ્નસરાની સિઝનને કારણે પણ બજારમાં ઘરેણાંની માંગ વધી છે. વેપારીઓને આશા છે કે આ વર્ષે ધનતેરસના અવસરે ગયા વર્ષની સરખામણીએ જ્વેલરીના વેચાણમાં 30થી 35 ટકાનો વધારો નોંધાઈ શકે છે. ગ્રાહકોની વધતી અવરજવરથી જ્વેલરી વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત