Video: સીએમ ભગવંત માન પર દારૂ પીવાની આદતને લઈને રાહુલ ગાંધીએ કરી ગંભીર ટિપ્પણી

પંજાબના સંગરુરમાં આયોજિત ઇન્સાફ રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પંજાબમાં વધતી નશાની સમસ્યા, ગેંગસ્ટરવાદ અને કથળતી કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી નશાની સમસ્યા દૂર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમાં નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી ભગવંત માન પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ તેમના પર દારૂ પીવાની આદતને લઈને ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે નશા વિરુદ્ધ લડવા માટે મુખ્યમંત્રીએ પોતે નશાથી દૂર રહેવું જોઈએ.
જાહેરાત







