Video: મહિલા જવાનોએ બોર્ડર આઉટપોસ્ટ રંગોળીથી શણગારી

સોર્સ: gstv

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત સીમા સુરક્ષા બળ ના જવાનોએ ભારે ઉત્સાહપૂર્વક દિવાળીના તહેવારની ઉજવણી કરી હતી. દેશની સુરક્ષામાં ખડેપગે રહેતા જવાનોએ ઘરથી દૂર સરહદ પર તહેવાર મનાવીને દેશવાસીઓને અનોખો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મહિલા બીએસએફ કર્મચારીઓએ બોર્ડર આઉટપોસ્ટ્સને રંગબેરંગી રંગોળી, માટીના દીવાઓ અને લાઈટોથી સુંદર રીતે શણગારી હતી. જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને તહેવારની અરસપરસ મુબારકબાદી આપી હતી. વિષમ પરિસ્થિતિઓમાં પણ જવાનોનો દેશપ્રેમ અને ઉત્સાહ જોઈને સરહદી વિસ્તારનું વાતાવરણ અત્યંત ભક્તિમય અને દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત