Video: વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા થાઈલેન્ડની મહિલા હોકી ટીમનું ભોપાલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે 19 થી 28 નવેમ્બર દરમિયાન વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડની મહિલા હોકી ટીમ આજે ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આયોજકો અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પરંપરાગત રીતે તમામ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત સહિત એશિયાની છ ટોચની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જેને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત











