Video: મધ્યપ્રદેશના ગાંધી સાગરમાં કેબિનેટ બેઠક

મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં આવેલા ગાંધી સાગર ખાતે ખાસ ટેન્ટ સિટીમાં રાજ્ય કેબિનેટની બેઠક યોજાવાની છે. આ બેઠક માટે ગાંધી સાગર વિસ્તારમાં ભવ્ય ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. બેઠકને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ટેન્ટ સિટીમાં મંત્રીઓ અને અધિકારીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ડ્રોનથી લેવામાં આવેલા દૃશ્યોમાં ટેન્ટ સિટીનો વિશાળ નજારો જોવા મળી રહ્યો છે. ગાંધી સાગરના કુદરતી વાતાવરણ વચ્ચે યોજાનારી આ કેબિનેટ બેઠકને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જાહેરાત















