Video: મધ્યપ્રદેશના દેવાસ બાયપાસ પર વાહન બચાવવા જતાં ઓઈલ ટેન્કર પલટી માર્યું.

મધ્યપ્રદેશના દેવાસ બાયપાસ પર એક મોટી દુર્ઘટના ટળી છે. સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં એક ઓઈલ ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર રસ્તા પર પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટતા જ તેમાંથી મોટા પ્રમાણમાં તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું. આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક લોકો ડબ્બા અને વાસણો લઈને ઢોળાયેલું તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક ટીઆઈ પવન બાગરી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
જાહેરાત















