Video: રાજકોટમાં પતિએ કરી પત્નીની હત્યા ઘરકંકાસમાં પત્નીને છરીના ઘા ઝીંકી પતિએ પણ ઝેરી દવા ગટગટાવી

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જ્યાં મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતા પ્રવીણ પરસોડાએ ઘરકંકાસથી કંટાળી પોતાની પત્ની શારદાબેન પરસોડા પર છરી વડે જીવલેણ હુમલો કરી તેમની હત્યા નીપજાવી હતી. પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પતિએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત
















