Video: વડનગરમાં હાટકેશ્વર મંદિરના વિશ્વશાંતિ મહાયાગની પૂર્ણાહુતિમાં ડે.સીએમ હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના વડનગરની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. વડનગરમાં વિશ્વશાંતિના હેતુથી યોજાયેલા હાટકેશ્વર મંદિરના મહાયાગમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મહાયાગના અંતિમ દિવસે પૂર્ણાહુતિ પ્રસંગે તેમણે હાજરી આપી હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. આ દરમિયાન કાંચી પીઠના શંકરાચાર્યજી સાથે પણ તેમણે વિશેષ મુલાકાત કરી હતી. વિશ્વશાંતિ અને લોકકલ્યાણના હેતુથી યોજાયેલા આ ધાર્મિક આયોજનમાં અનેક શ્રદ્ધાળુઓ અને સંતોની ઉપસ્થિતિ રહી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત