Video: ખેડાના નરસંડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપ્યો પર્યાવરણ જાળવણીનો સંદેશ

સોર્સ: gstv

ખેડાના નરસંડા ખાતે આવેલી બી.એમ. પટેલ શાળામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણની હાકલ કરી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, વિકાસના નામે વૃક્ષો અને જંગલોનો નાશ થવાથી તેમજ ખેતીમાં યુરિયા અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યું છે. તેમણે વૃક્ષારોપણને માત્ર એક ઔપચારિક કાર્યક્રમ પૂરતું સીમિત ન રાખતા દરેક નાગરિકને વૃક્ષો વાવી તેનું જતન કરવા અપીલ કરી હતી. આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવું એ આપણા સૌની સામૂહિક ફરજ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત