Video: ખેડાના માછીયેલ ગામે પોલીસ પર પથ્થરમારો, કોન્સ્ટેબલ સાથે મારામારી

સોર્સ: gstv

ખેડા જિલ્લાના માતર તાલુકાના માછીયેલ ગામે બેસતા વર્ષના દિવસે માંડવળીના ગરબા દરમિયાન બે ફળિયાં વચ્ચે વિવાદ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ગરબા રમવા અને લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે શરૂ થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પહોંચેલી પોલીસ પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ પથ્થરમારામાં સરકારી પોલીસ વાહનના કાચ અને દરવાજાને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈનો યુનિફોર્મ ખેંચી તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત