Video: ભાજપના મહિલા કોર્પોરેટરને પતિ દ્વારા ફોન પર અપાતી સૂચનાઓ કેમેરામાં કેદ

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક દરમિયાન ભાજપના વોર્ડ નંબર ૧૨ના મહિલા કોર્પોરેટર જયશ્રીબા જાડેજાના પતિ દશરથસિંહ જાડેજા મીડિયા ગેલેરીમાં બેસીને ફોન પર સતત સૂચનાઓ આપતા હોવાનો બનાવ સામે આવ્યો છે. ટીપીનો પ્રશ્ન પૂછતી વખતે પતિ દ્વારા ફોન પર માહિતી અને માર્ગદર્શન અપાતું હોવાનું જણાતા સમગ્ર મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. આ અંગે સવાલ પૂછવામાં આવતા મહિલા કોર્પોરેટરના પતિએ એવો લૂલો બચાવ કર્યો હતો કે તેઓ પ્રથમ વખત કોર્પોરેટર બન્યા હોવાથી તેમની પાસે પૂરતી માહિતી નથી.
જાહેરાત















