Video: લીલી પરિક્રમામાં પ્રકૃતિ બચાવવાનો સંદેશ, ગિરનારની હરિયાળી જાળવવા પ્લાસ્ટિક ન ફેંકવા શ્રદ્ધાળુઓની ખાસ અપીલ

જૂનાગઢના ગરવા ગીરનારમાં યોજાતી લીલી પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિનું જતન કરવાનો છે, ત્યારે યાત્રાળુઓ પર્યાવરણ જાગૃતિનો મજબૂત સંદેશ આપી રહ્યા છે. જંગલ અને પરિક્રમા માર્ગ પર પ્લાસ્ટિક કે કચરો ગમે ત્યાં ન ફેંકવા શ્રદ્ધાળુઓ ખાસ અપીલ કરી રહ્યા છે. યાત્રાળુઓના મતે તંત્ર કે સ્વયંસેવકો એકલા હાથે સ્વચ્છતા જાળવી શકે નહીં, તેથી દરેક શ્રદ્ધાળુએ ખિસ્સામાં થેલી રાખી કચરો નિર્ધારિત કચરાપેટીમાં જ નાખવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી ગિરનારની હરિયાળી અકબંધ રાખવી એ સૌની સહિયારી જવાબદારી છે. જો દરેક યાત્રાળુ સ્વચ્છતા અને પર્યાવરણની કાળજી લે, તો આ લીલી પરિક્રમા સાચા અર્થમાં પ્રકૃતિ ઉત્સવ બની રહેશે.
જાહેરાત















