Video: ગિરનારની લીલી પરિક્રમાને લઈને લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ

સોર્સ: gstv

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને લઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, ત્યારે પ્રથમ પડાવ ઇટવા ઘોડીથી પરિક્રમા શરૂ કરનારા ભાવિકો નળપાણીની ઘોડી પહોંચી રહ્યા છે. અહીં અંદાજે બે લાખ જેટલા ભાવિકો પહોંચ્યા હોવાનો અંદાજ છે. યાત્રિકોની સુરક્ષા માટે સમગ્ર પરિક્રમા રૂટ પર 40 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, સુરક્ષા વ્યવસ્થામાં 7 ડીવાયએસપી, 26 પીઆઈ, 75 પીએસઆઈ અને 850 પોલીસ કર્મચારીઓ સહિત 1 હજાર 200 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત ત્રણ ડ્રોન કેમેરા, 10 મોટરબાઈકથી પેટ્રોલિંગ અને ઇમરજન્સી માટે એસડીઆરએફની બે ટીમ તૈનાત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત