Video: હેડ કોન્સ્ટેબલની સ્યુસાઈડ નોટમાં અન્ય સમાજના લોકોના ત્રાસનો ઉલ્લેખ હોવાની માહિતી

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ વાળાએ આપઘાત કર્યો હોવાના અહેવાલ છે. તેમણે ભેસાણ પોલીસ સ્ટેશનના સરકારી ક્વાર્ટરમાં ઝેરી દવા પી લીધી હોવાની માહિતી મળી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પગલું ભરતા પહેલાં તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી, સ્યુસાઈડ નોટમાં અન્ય સમાજના લોકોના ત્રાસનો ઉલ્લેખ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતક મૂળ માળિયા હાટીના તાલુકાના લાડુડી ગામના વતની હતા અને તેમનો પરિવાર જૂનાગઢમાં રહે છે. સમગ્ર મામલે પોલીસે સ્યુસાઈડ નોટ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત