Video: માંગરોળ–પોરબંદર રોડ પર ડીઝલ રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાલકનું મોત

સોર્સ: gstv

માંગરોળ–પોરબંદર રોડ પર મરીન પોલીસ સ્ટેશન નજીક ડીઝલ રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ડીઝલ રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તબીબે રિક્ષા ચાલકને મૃત જાહેર કર્યા હતા. ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત