Video: દાહોદ પ્રવાસમાં CMની GSTV સાથે ખાસ વાતચીત,કહ્યું.. સરહદી ગામોમાં સુવિધા અને સિંચાઈના પાણી માટે સરકાર કટિબદ્ધ

દાહોદના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ નગરાળા ગામે એક આદિવાસી પરિવાર સાથે સાદગીથી જમીન પર બેસી ભોજન લીધું હતું અને પરિવારજનો સાથે આત્મીય ચર્ચા કરી હતી…GSTV સાથેની ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરહદી ગામોમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે અને આદિવાસી યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને ડોક્ટર તથા ઈજનેર બની આગળ વધી રહ્યા છે તેનો આનંદ છે. તેમણે ઉમેર્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા નક્કર આયોજન કરાયું છે, જેથી ખેડૂતો ત્રણેય સિઝનના પાક લેતા થશે અને સ્થાનિક સ્તરે રોજગારી વધવાથી થતું સ્થળાંતર અટકશે. પ્રવાસ દરમિયાન સમાજના તમામ વર્ગના લોકોના ચહેરા પર સંતોષ અને ખુશી જોવા મળી હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.
જાહેરાત
















