Video: દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીનો આગવો અંદાજ

સોર્સ: gstv

દાહોદ પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રતનમહાલ રીછ અભ્યારણ પહોંચ્યા હતા. અહીં ધાનપુર તાલુકાના ગાઢ જંગલ વચ્ચે આવેલા ભૂવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે તેમણે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, જે આદિવાસી સમાજની લોકઆસ્થા અને પરંપરાનું પ્રતીક મનાય છે. બાબાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સાદગીપૂર્વક બેસીને ચાની ચુસ્કી માણતા સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકોની વાતો સાંભળી તેમના વિસ્તારના પ્રશ્નો જાણ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ પીપરગોટા ગામમાં આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આંગણવાડી ખાતે તેમણે સંચાલક અને બાળકો સાથે નાસ્તો કરીને કેન્દ્રની કામગીરી અંગે તમામ માહિતી મેળવી હતી. મુખ્યપ્રધાન ગરીબ આદિવાસી વિસ્તારમાં પહોંચ્યા હતા..તેમની સાથે મુલાકાત અને લોકસંવાદના આ કાર્યક્રમો બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત