Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી, દાહોદના આદિવાસી ખેડૂતના ઘરે ઓચિંતી મુલાકાત

સોર્સ: gstv

દાહોદના ગરબાડા પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગીનો અનોખો પરિચય જોવા મળ્યો હતો. પ્રવાસના બીજા દિવસે રતનમહાલથી ગરબાડા જતા મુખ્યમંત્રીએ પીપર ગોટા ગામે અચાનક રોકાઈ આદિવાસી ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતના પરિવાર સાથે આત્મીય સંવાદ કરી મકાઈની ખેતી, પરિવારની આજીવિકા અને બાળકોના અભ્યાસ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીને અચાનક પોતાના આંગણે જોઈ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. 'ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે હાલચાલ પૂછવા આવ્યા' તેવી લાગણી સાથે ગ્રામજનોએ મુખ્યમંત્રીની આ મુલાકાતને યાદગાર ગણાવી હતી. કોઈ પૂર્વ આયોજન વિના સામાન્ય ખેડૂતના ઘરે પહોંચીને મુખ્યમંત્રીએ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત