Video: વડનગરમાં ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ બે દિવસીય 'તાના-રીરી મહોત્સવ'નો પ્રારંભ: મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

સોર્સ: gstv

૧૯મી નવેમ્બરે સાંજે સાડા 6 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહોત્સવનો શુભારંભ થશે. આ પ્રસંગે ખ્યાતનામ કલાકારો હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થીને પ્રતિષ્ઠિત તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મહોત્સવના પ્રથમ દિવસે કુ. સૂર્યા ગાયત્રી અને પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ સહિતના દિગ્ગજો સંગીત પ્રસ્તુત કરશે, જ્યારે બીજા દિવસે પંડિત જયતીર્થ મેવુન્ડી, પંડિત પૂર્વાયન ચેટરજી અને ભૌમિક શાહ દ્વારા શાસ્ત્રીય ગાયન અને વાદનની મનમોહક રજૂઆત થશે. આ ભવ્ય મહોત્સવની શરૂઆત વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત